ઝેરીલો પવન
ઝેરીલો પવન
1 min
260
પવન એવો એવો શકીલો પણ, ક્યારેક વાય છે,
લાગણીથી ઉછેરેલો, આખો બાગ ઊડાવી જાય છે,
માની ના શકી હું, પોતાના જ પારકા કરી જાય છે,
ન જીરવાય એવું કષ્ટદાયક દર્દ આપી જાય છે,
વાય ઝેરીલો વા, આશિયાણું ઝેરથી ભરી જાય છે,
લાખ બચાવો પણ, પવન સપાટે સમાતું જાય છે,
નથી જાણતું જોકું, કે કેવો કેર એ વર્તાવી જાય છે,
સ્નેહે સજાવેલ મહેલ, જમીનદોસ્ત કરી જાય છે,
હવે પ્રેમનો પથ્થર મારો જ બોદો જણાતો જાય છે,
તેથી કસ્તી મારી પવનને હલકે જોકે ઊડી જાય છે.
