STORYMIRROR

Sushila Patel

Romance

3  

Sushila Patel

Romance

પ્રીત

પ્રીત

1 min
193

ઊઠાવું કલમ ને, કલમ આછું આછું મહેકે છે,

મારા શબ્દોમાં અહીં સુગંધ તારી જ પ્રસરે છે,


મન મારું મોર બની, તને ટહુકાર સૂણાવે છે,

બનીને મનમીત સંગે,તું સૂર તાલ પુરાવે છે,


પ્રીતનું ચોમાસું, બે મોસમ થઈને વરસે છે,

દિલમાં મારા મીઠી, એ સુગંધ થઈ સરકે છે,


તું બને છે કાન, ને હું થઈ જાઉં તારી રાધા,

તારા મોરપીંછને છોગલે, હૈયું મારું મોહે છે,


કેમ ના ગમે વરસતી શ્રાવણની જાળીઓ ?

મનડું મનમોર,તારી રાહમાં પાંખો ફેલાવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance