એકલા કાઢે છે ખોદીને એક એક પથ્થર હવે..
નાખ્યા હતા પાયા સાથે મળી જે પ્રેમના અમે...
વેર્યા છે હવે રસ્તે રસ્તે કંટકના ઢેર એણે..
જેના સજાવ્યા હતા બાગ ભરી ફૂલોથી અમે..
ચાલી જઈશું એ જ રાહે જ્યાં ચલાવ્યા તમે..
એ જ ધૂળની *ધુળેટી* હવે ફરી ખેલશું અમે..
માગવાનું તો બંધ કર્યું,જે ભીખમાં મળે..
મહેફિલે જામ છલકાવશું એ ભૂલવા અમે..
નજીક આવી જાય રડતાં મેલી દૂર અમને..
ચાલતો દસ્તુર એ જ જીલ્યો આઘેનો અમે.
"સુશી"