મન
મન
જીવું ધબકાર થઈ કોઈના દિલમાં, એ જ ખૂબ છે,
નથી કોઈ સ્વર્ગની આશ, એ છે ને એ જ ખૂબ છે,
ભલે દૂર પણ, નજીકનો અહેસાસ, એ જ ખૂબ છે,
આંખો ભીની ને, મનમાં એની યાદ, એ જ ખૂબ છે,
હોઠે નથી નામ, પણ આંખોમાં છે, એ જ ખૂબ છે,
નથી નજરમાં એ, બંધ આંખે દેખું એ જ ખૂબ છે,
શું આશ ? 'હા' નથી પણ, 'ના'માં છું એ જ ખૂબ છે,
સમજે પણ, હું જ સમજને પર છું એ જ ખૂબ છે,
નહીં મળે જાણું છતાં, મનમાં ધરું એ જ ખૂબ છે,
તારી 'ના'ને અવગણી હું તને ચાહું એ જ ખૂબ છે.

