અંબાર
અંબાર
વાદળમાં ભરી ભરી પાણી, ખડક્યાં અંબાર,
હમણાં વરસીસ તું,પણ ના વરસે લગાર.
ન જાણે કેમ રીસાયો આ જગનો આધાર ?
રાહ જુવે જન જન, આવીને માર તું લટાર.
તને ક્યાં જળની તાણ ? થોડું આપ ને તું ઉધાર !
મીટ માંડી જોઈ અંબાર, હવે તો થોડું વિચાર !
આવે સૌ અહીં રોકાવા, તને કેમ ના ફાવે વધાર ?
એક વાર આવ માણવા મારો આતિથ્ય સત્કાર.
જાણું છું ભૂલો હું કરું ને, ભોગવે સઘળો સંસાર,
પણ હવે નહીં હો!બસ તું આવવાનો કર કરાર.
