STORYMIRROR

Sushila Patel

Others

4  

Sushila Patel

Others

ઉજાસ

ઉજાસ

1 min
400

હશે અંધારું તો જ ઉજાસની એને આશ હશે,

નહીં તો રાજાશાહીનો જ નરો ઠાઠ ઠઠારો હશે,


વેઠી ગરીબી એને જ અમીરીની ફરિયાદ હશે,

બાકી ધનદોલતની, એના શીર પર સવારી હશે,


જીવનની આ આંટી ઘૂંટીમાં સૌની હેરાફેરી હશે,

હશે કાર્યમાં સુવાસ એની છેલ્લે બોલબાલા હશે,


પ્રેમની ગલીમાં પ્રેમની જ અહીં સરવાણી હશે,

ભાંડે ભલે સૌ, અહીં પ્રેમનાં સૌ આભારી હશે,


ઉજાસે જાશે ખુદ જોમે, લ્હાણી એ અનેરી હશે,

એમાં જ સુવાસ જીતવાની, ખુદને અનોખી હશે.


Rate this content
Log in