જોઉં તને ને ઢળું તુજ સમીપ ચંચળ ઝરણું થઈ..
ઝીલીલે મુને તુજ દિલે,વિશાળ સાગર થઈ..
મન ચંચળ ઉડે સમીર સંગ સંગ પતંગ થઈ..
વિહરે છોડી રંગ ધરતીનાં,રંગ જો નીલો થઈ..
તુજ શ્યામલ રંગે ભળે મન કામણગારું થઈ..
આંજું તુને રંગત ભરી,નયનમાં મનમીત થઈ..
મન ઈચ્છે મળું સમુદ્ર તળે રત્નની રંગત થઈ..
છૂપાઉં દિલ છીપમાં,ચમકતું તેજ તારું થઈ..
મન ચંચળ,ચંચળ જ રહે તુજ ધડકન થઈ..
શું પડે ફરક!ભલે ભમે સૃષ્ટીમાં તારામય થઈ!..
🌹સુશીલા પટેલ🌹
"સુશી"
......મોડાસા......