એ મને ના આવડે
એ મને ના આવડે
તરુવર આ તરુવર પાંદડે ને પાંદડે,
તને શ્યામ ભાળવાનું એ મને ના આવડે.
ચરણ ચાલે નહી મારા એ કારણથી કદી,
આ રસ્તામાં મને તો હું તણાં પથ્થર નડે.
કહે સૌ તું વસે કણકણમાં ક્ષણ ક્ષણ ને છતાં,
આ મન એ માને જે આંખોને સામે સાવ જડે.
નજરમાં જો ન આવે એમ જળ આ તપ્ત રણે,
તરસ બુઝાવવી રહી આ મરીચિકા વડે.
સજન થઇ એમ મળતો હોય માધવ તું મને,
ભલે શેકાતી નિંભાડે સદા, એ પરવડે.