STORYMIRROR

Lata Bhatt

Others

3  

Lata Bhatt

Others

આ કેવી ભૂતાવળ

આ કેવી ભૂતાવળ

1 min
380

આ જુઓ ને કેવી છે ભૂતાવળ,

કે કોઇ દ્વારા રચાયેલું છળ.


દિવસે પણ જોઇને છળતી હું,

આંખ મારી આ ચકળ જ વકળ.


એવું લાગે કે કોઇએ પકડ્યો,

પાછું કે ના આ જવાતું આગળ.


વ્હેમ મનનો કે નયન છળતા'તા,

ભૂલી ભૂલાશે ન એમ જ આ પળ.


દ્રશ્ય દેખાતું ને લુપ્ત થતું'તું,

આંખ પર એવા છે આ કઇંક પડળ.


Rate this content
Log in