તાન્કા
તાન્કા


મને મળવા,
જતી હતી ત્યારે જ
આવી પહોંચ્યુ,
આ વિચારોનુ ટોળું,
મને ઢસડી જવા.
------------------
રાત અંધારી
ઘેરી બને ત્યારે જ
આશ બંધાય,
સૂરજ ઊગવાની,
જીંદગીનું એવું જ..
-----------------
મળવા જેવું
આ આખા જગતમાં,
કોઇ જો હોય
તો તે ખુદ જ હશે,
મળી જોવું કદીક.
-----------------
આયના સામે
ઊભા રહી જવું ને,
વાત કરવી.
કરતા હોઇએ જે
અન્ય સાથે એમ જ.
------------------
તારું હોવું ને
મારું તેમાં ખોવાવું,
બે ય નિશ્ચિત
ખબર ચરણને
એટલે ચાલ્યા કરે.