Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Lata Bhatt

Inspirational Others

1.0  

Lata Bhatt

Inspirational Others

હા સખી,

હા સખી,

1 min
381


હા સખી, હું આ પાર ને હા હું પેલે પાર છું,

જો જરા ધ્યાનથી તો હું ક્ષિતિજને ધાર છું.


અગન, હવા, પાણી, આભ ને હા હું ધરામાં,

આ પંચતત્ત્વમાં હું ને એ પંચતત્ત્વની બા'ર છું.


સાદ પાડે જે ભીતરથી તો હું તેને દેતો હોંકારો,

ઢાળે જે રૂપમાં એ રૂપમાં ઢળતો આકાર છું.


મારગ મોકલતો એ સૌને, જે મને ખોળવા ચાહે,

એ રાહમાં આવતા પથ્થરો ને કાંટા પારાવાર છું.


નેપથ્યમાં રહીને ખેલનો હું દોરી સંચાર કરતો,

ને જગના આ રંગમંચનો હું ય એક કિરદાર છું.


વ્હાલથી બોલાવો તો વાંસળી હું વગાડું ને,

વિફરું તો પળમાં વિનાશ કરતો ચક્રધાર છું.


શ્રી,વસંત, ભૈરવ, રાગ ને હું પંચમ, બૃહન્નાટ,

છેડી જો તું અગનઝાળૅ, હું જ મેઘ મલ્હાર છું.


તબલાના તાલ છું હું ને વાંસળીના સૂર છું હું,

તે જે પગમાં પહેર્યાં એ પાયલનો હું રણકાર છું,


હું છું અઢાર પુરાણ ને હું જ છું આ ચારે ય વેદ

ને શ્રીમદ ભાગવદ રૂપે રચાયો એ ગ્રંથોનો સાર છું.


કાળનો ય કાળ છું અને યશોદાનો બાળ છું,

સમયના એ ટુકડામાં ઢળાયો વિશ્વનો વિસ્તાર છું.


હું જ મટકી ને એમાં ઝીલાતું જમુનાનું જળ હું,

ને માથે મટકી મેલી ચાલી જતી એ પનિહાર છું


અદ્વિતીય, નિરાકાર, નિર્ગુણ, શાંત,કારણરહિત,

નિરંતર ગૂંજતો બ્રહ્મ એકાક્ષર ઓમકાર છું.


Rate this content
Log in