STORYMIRROR

Lata Bhatt

Others

4  

Lata Bhatt

Others

હું અને મારી દોડ

હું અને મારી દોડ

1 min
149

હું અને બસ મારી આ દોડ હોય છે,

કેમ કે ઠાંસી ભર્યાં કોડ હોય છે.


કોઇ સપનું આ ફળે, આંસુ કાં ઢળે,

બાકીના સ્વપ્નાની અર્થી આ નીકળે,

આવતા એમ કેટલા મોડ હોય છે,

હું અને બસ મારી આ દોડ હોય છે,


મારા પગલાં કોણ મારા ભણી વળે,

જીન્દગીને એનો સંદર્ભ ના મળે,

ચાલવાનો યત્ન તનતોડ હોય છે,

હું અને બસ મારી આ દોડ હોય છે,


રાહ વાંકા છે, છો મંઝીલ સામે છે,

લઇ જતી ઇચ્છા તો રણના સરનામે એ,

ઝાંઝવા જ્યાં પામવા હોડ હોય છે,

હું અને બસ મારી આ દોડ હોય છે.


Rate this content
Log in