STORYMIRROR

Lata Bhatt

Inspirational

4  

Lata Bhatt

Inspirational

શોધવા દ્યો

શોધવા દ્યો

1 min
416

સૂણો મૌલવી, પાદરી, પંડિત ધૂરંધર,

મને મારી રીતે શોધવા દ્યો ઇશ્વર.


હૈયે જાગે જ્યારે ઇશને જોવાની તરસ,

રસ્તા ભૂંસતા લાગે વરસોના વરસ,


દોર્યા તમે જે મનની પાટી પર,

ઘૂંટાવી ઘૂંટાવી કરી દીધા નક્કર,

મને મારી રીતે શોધવા દ્યો ઇશ્વર.


વિધિવિધાનમાં મને એવી ગૂંચવી,

મારો ઇશ્વર લીધો મુજથી ઝૂંટવી,


મંદિર મસ્જિદ કે ના કો' દેવઘર,

વસે જે મારી સાથે મારી ભીતર,

મને મારી રીતે શોધવા દ્યો ઇશ્વર.


ઇશ મળશે ત્યારે હું નહીં હોઉં,

ખુદને એમ રોજ થોડી થોડી ખોઉં,


પગલાં એના જ્યારે સ્પષ્ટ સૂણાઇ દે,

આતમ ને ઇશ બસ સાથ ન કો અવર,

મને મારી રીતે શોધવા દ્યો ઇશ્વર.


ઇશ્વરની શોધમાં હું રોજ નીકળું,

ને સૂરજ આથમ્યે સાંજ જેમ ઢળું,


દિલને આશ એક દિ જરૂર મળશે,

ભટકવા દો એને ખોળવા દરબદર,

મને મારી રીતે શોધવા દ્યો ઇશ્વર...


જિંદગીનું બીજુ નામ ઇશની તલાસ,

મને ખોળવા એ ય ભટકી રહ્યો મારી પાસ,


ક્યારેક મારી કે એની આ આશ ફળશે,

આકાશ, ક્ષિતિજ કે મળશું જમીન પર,

મને મારી રીતે શોધવા દ્યો ઇશ્વર.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational