STORYMIRROR

Lata Bhatt

Fantasy

3  

Lata Bhatt

Fantasy

આખો પ્રવાસ પગપાળા ન કર

આખો પ્રવાસ પગપાળા ન કર

1 min
504

ગીતાનો ઉપદેશ દઇને ગયો છું,

તું જ્ઞાનની નવી નિશાળો ન કર,


પીપળાના વૃક્ષનો આખોય પ્રવાસ પગપાળા ન કર.

મૂળ હું છું,

તું નવું વૃક્ષ ઊગી ગોટાળો ન કર,


જે કરીશ તે જ અંતે તું પામીશ,

બીજાના કર્મ સાથે તાળો ન કર.


મારો શ્વાસ રુંધાશે તો ક્યાં જઇશ,

ઝંખનાની આટલી બધી ઝાળો ન કર.


તારી કને તારા રુદિયામા રે'વુ મારે,

પારકો ગણી મને ઉપરવાળો ન કર,


કદીક તો મારી પાસે ઊડીને આવ.


('મારા પગલાં મારા ભણી'માંથી)


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy