STORYMIRROR

Hemangi Bhogayata

Drama Fantasy Inspirational

4.7  

Hemangi Bhogayata

Drama Fantasy Inspirational

પ્રેમ શું છે? તાળું કે ચાવી?

પ્રેમ શું છે? તાળું કે ચાવી?

1 min
1.0K


મંદ-મંદ હસતાં એકવાર રાધા બોલી,

"માધવ, ઉકેલી દો જોઈએ એક પહેલી!"


હસ્યાં માધવ પણ મંદ-મંદ રાધાની દાનત જાણી,

કહ્યું પૂછી લો જે હોય એ તમારા મનની પહેલી!


બોલ્યા રાધા "માધવ ગૂંચવાઉં છું એ વિચારી,

શું છે પ્રેમ ? છે એ એક તાળું કે છે એ એક ચાવી?"


માધવ બોલ્યા, "ખૂબ જ સરસ છે આ પહેલી,

રાધે! પ્રેમ જ છે તાળું ને પ્રેમ જ છે ચાવી.


મનુષ્ય જ્યારે ભરાઈ જાય એમાં ત્યારે એ છે તાળું ;

ને જ્યારે મનુષ્યનાં મનનાં દ્વાર ખોલી દે ત્યારે છે ચાવી,


મનુષ્યને જ્યારે પ્રેમ લાગે બંધન ત્યારે છે એ તાળું;

ને જ્યારે મનુષ્યને મુક્ત કરી દે ત્યારે છે ચાવી,


કરી દે મનુષ્યને નિયમોમાં કેદ ત્યારે છે એ તાળું ;

ને જ્યારે નિયમો તોડાવી દે ત્યારે છે ચાવી,


બની જાય જો એ પગ માટે બેડી તો છે તાળું;

ને જો બની જાય એ પગ માટે ઘૂંઘરું તો છે ચાવી."


રાધા બોલી, "કાન્હા, ખૂબ સરસ સમજાવી તમે આ પહેલી,

બસ કહી દીધું હોત તો કે તું છે તાળું ને હું છું ચાવી!"


Rate this content
Log in

Similar gujarati poem from Drama