મોસમ આવી
મોસમ આવી


શમણાંને ફળવાની મોસમ આવી,
પ્રીતડીને પળવાની મોસમ આવી,
દીધેલા વચન યાદ કરો ફરીથી,
પ્રિયજનને મળવાની મોસમ આવી,
પલકે ઊભી છે શમણાની વણઝાર,
નેણલાને ઢળવાની મોસમ આવી.
મહેંકી અહીં આજ સામટી સુગંધ આ,
પાનખરને વળવાની મોસમ આવી.
કોયલ ટહુંકી પેલા આંબલીયા ડાળે,
સરગમમાં ભળવાની મોસમ આવી.