STORYMIRROR

Lata Bhatt

Inspirational

4  

Lata Bhatt

Inspirational

સમય આ રેત જેમ સરતો

સમય આ રેત જેમ સરતો

1 min
190

સમય તો મૃગજળથી છલોછલ ભરેલ પ્યાલો,

સમય આ રેત જેમ સરતો સમયને બાનમાં ઝાલો,


સમય જો સાથ આપે તો એને કરજો હાજી હાજી,

સમય હાથમાંથી સર્યા પછી બની જતા નહિ કાજી,

સમય તો સદા નિષ્પક્ષ,ન દવલો કોઇનો વહાલો,

સમય આ રેત જેમ સરતો, સમયને બાનમાં ઝાલો.


આ વીતી રહી જે ક્ષણ, તે ફરી નથી આવવાની,

જીન્દગીને તો દરેક ક્ષણે નવેસરથી સજાવવાની,

ફરીશું ક્યાં સુધી માથે ભૂતકાળનો ભાર લઇ ઠાલો,

સમય આ રેત જેમ સરતો સમયને બાનમાં ઝાલો.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational