STORYMIRROR

Suresh Virani

Fantasy Romance

4  

Suresh Virani

Fantasy Romance

તમારી યાદ આવે છે

તમારી યાદ આવે છે

1 min
27K


ખબર નહિ કેમ આવે છે,તમારી યાદ આવે છે,

ભૂલું છું તેમ આવે છે, તમારી યાદ આવે છે.


ભીનો આ પત્ર કોરો છે, ઉકેલું આંસુઓ એના,

લખેલું એમ આવે છે : તમારી યાદ આવે છે.


સતત વરસાદ વરસે છે, થઈને એય ગાંડીતૂર,

નદીની જેમ આવે છે, તમારી યાદ આવે છે.


મળ્યા ના રૂબરૂ કે ના કદી સપનામાં આવ્યા છો,

છતાં પણ કેમ આવે છે ? તમારી યાદ આવે છે.


આ કોયલ છે ટપાલીને આ ટહુકાઓના થેલામાં,

તમારો પ્રેમ આવે છે, તમારી યાદ આવે છે.


અમસ્તું બારણું ખખડે,તમે આવ્યા હશો દ્વારે,

ઘડીભર વ્હેમ આવે છે, તમારી યાદ આવે છે.


કરો છો પ્રાર્થના મારા જ માટે, ખ્યાલ એનો પણ,

મને એમનેમ આવે છે, તમારી યાદ આવે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy