STORYMIRROR

Suresh Virani

Inspirational Tragedy

4  

Suresh Virani

Inspirational Tragedy

એની આંખો તો ભીની લાગે છે

એની આંખો તો ભીની લાગે છે

1 min
27K


એની આંખો તો ભીની લાગે છે,

તેં ખબર એની પૂછી લાગે છે.


જર્જરિત થઇ ગયો ઝરુખો પણ,

વેદના વર્ષો જૂની લાગે છે.


આયના સામે જે ગઝલ ઊભી,

એ પ્રભુએ મઠારી લાગે છે.


તોડી નાખે છે મનના તાળાને,

યાદ એની બળૂકી લાગે છે.


ભીની માટીની ખુશ્બુએ કીધું,

ઝંખનાઓ ઝળૂંબી લાગે છે.


કંકુ થાપાએ પૂછ્યું પપ્પાને,

દીકરી યાદ આવી લાગે છે !


વળમાં બોલ્યું આ વર્ષ ત્રેપનમું,

આ સુરેશ આર. વિરાણી લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational