STORYMIRROR

Suresh Virani

Inspirational Others

4  

Suresh Virani

Inspirational Others

આંગળી

આંગળી

1 min
25.7K


કેવી ખૂબીથી લખાવે આંગળી !

હૈયું કાગળ પર ઉતારે આંગળી


ક્યાંક આ પર્વત ઉપાડે આંગળી

યુદ્ધમાં રથને ચલાવે આંગળી


માર્ગ ભટકેલાને ચીંધી માર્ગ બસ

પુણ્યના કર્મો કરાવે આંગળી


સૂર છેડે છે વીણાના એ રીતે

માંહ્યલાને પણ જગાડે આંગળી


ટેરવાના સ્ક્રીન ટચ રોમાંચથી !

વિશ્વનો વહિવટ ચલાવે આંગળી


આંગળી દઇએ તો પકડે બાવડું!

ક્યાંક સંબંધો ભુલાવે આંગળી


આપે કલરવને ગળાટૂંપો જુઓ

હોઠ પર શિક્ષક મુકાવે આંગળી


વ્યંજનોના માપ રાખી ચપટીમાં

આંગળીઓ પણ ચટાડે આંગળી


સ્પર્શની આંખોથી વાંચે અક્ષરો

અંધજનને પણ ભણાવે આંગળી


આંગળી સરખી નથી પાંચેય, પણ

શક્તિ મુઠ્ઠીની બતાવે આંગળી


માત્ર એક ચપટી ભરી સિંદૂર લઇ

હૈયું હૈયાથી મિલાવે આંગળી


આપણે બીજા તરફ ચીંધ્યા કરી

નર્મદે મૂકી લલાટે આંગળી


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational