STORYMIRROR

Suresh Virani

Inspirational Others

4  

Suresh Virani

Inspirational Others

ચાલ્યા અમે

ચાલ્યા અમે

1 min
27.2K


છેક ગળથૂથીથી ગંગાજળ સુધી ચાલ્યા અમે,

એમ લાગ્યું ફકત બસ મૃગજળ સુધી ચાલ્યા અમે.


છાતી ચીરીને બતાવી ના શક્યાં, તેથી જ તો-

કાળજેથી નીકળી કાગળ સુધી ચાલ્યા અમે.


સીંદરીની જાત છઈએ, જાત પર જઈએ જ ને ?

રાખ થઈ ગયા, તો ય છેલ્લા વળ સુધી ચાલ્યા અમે.


સાધના, સાધન અને શું સાધ્ય છે સ્વાહા બધું,

ધૂપદાની લઈ અને ગૂગળ સુધી ચાલ્યા અમે.


બળ કહો કે છળ કહો કે કળ કહો, કઈ પણ કહો,

અંતમાં કહેવું પડે: અંજળ સુધી ચાલ્યા અમે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational