તને શું ખબર
તને શું ખબર
1 min
26.4K
તને શું ખબર શું કરે છે દુપટ્ટો
તને શોધવામાં નડે છે દુપટ્ટો
પવનમાં જુઓ ફરફરે છે દુપટ્ટો
મને હાય હેલ્લો કરે છે દુપટ્ટો
જુઓ રૂપનગરીમાં સોપો પડ્યો છે
બુકાની બનીને ફરે છે દુપટ્ટો
રૂપાળા આ ચહેરાને તડકાનું મંજર
સૂરજ ચાંદ વચ્ચે રહે છે દુપટ્ટો
