STORYMIRROR

Bindya Jani

Drama Fantasy Inspirational

4  

Bindya Jani

Drama Fantasy Inspirational

દોસ્તી થઈ ગઈ

દોસ્તી થઈ ગઈ

1 min
831


કલમને કાગળથી દોસ્તી થઈ ગઈ,

તે સૌ સાથે પ્રેમથી વસતી થઈ ગઈ.


બે આંગળીઓ વચ્ચે શોભતી થઈ ગઈ,

જાણે કે સૌનું એક ઘરેણું થઈ ગઈ.


નાના બાળકો માટે એ મસ્તી થઈ ગઈ,

વિદ્યાર્થી માટે એ જરૂરત થઈ ગઈ.


મનના ભાવોને આલેખતી થઈ ગઈ,

એટલે જ બધા માટે પ્રિય થઈ ગઈ.


નાની કલમ આપણા હૈયે વસી ગઈ,

ને લોકો માટે ભેટ સ્વરૂપ થઈ ગઈ.


સાહિત્યનું સર્જન કરતા કરતા તે,

સાહિત્યકારોની સંગિની થઈ ગઈ.


'તેજબિંદુ'ની તેજ કલમ બનીને,

તલવારથી એ ધારદાર થઈ ગઈ.



Rate this content
Log in

Similar gujarati poem from Drama