ઝાડવાંના વનમાં
ઝાડવાંના વનમાં
હે જી ચાલો રે ઝાડવાંના વનમાં રે,
એને હેતના જળ તમે રેડજો રે.
હે એના મીઠાં ફળોને તમે ચાખજો રે,
એમાં અમરતનો રસ તમે ઘોળજો રે.
હે એનાં બધાએ અંગો છે કામના રે,
એને દેવ માનીને તમે પૂજજો રે.
હે એનાં મીઠાં ઘટાદાર છાંયડા રે,
તમે ભેગા મળીને સૌ રમજો રે.
એ તો લાવે છે ધોધમાર મેહૂલો રે,
તમે ઝાડવાંની સાથે પલળજો રે.