પ્રથમ વરસાદની કસક
પ્રથમ વરસાદની કસક


ગયા ચોમાસાની યાદ તાજી થઇ જાય,
પલળવા આજે તું જો રાજી થઇ જાય.
અઢી અક્ષરની વાવણી કરી દે દિલમાં,
બંધ પડેલી ધમનીઓ સાજી થઇ જાય.
કહેવાય છે પ્રેમતો રમત છે ચોપાટની,
તો ચાલ હવે એકાદ બાજી થઇ જાય.
પ્રેમ, ચાહત, ઇશ્ક, મુહોબ્બત, જે કહે તું,
લાગણીઓ મારી બધી નમાજી થઇ જાય.
તારી 'હા'નું હોવું જ પૂરતું છે પુરાવામાં,
પછી ભલેે ગામ આખું કાજી થઇ જાય.
કસક જામી છે હૈયે જોને તારી યાદમાં,
પ્રેમરસ જો તું પાય, ગંગાજી થઇ જાય.