પ્રણય હોઈ સરેઆમ જતાવી શકો
પ્રણય હોઈ સરેઆમ જતાવી શકો


પ્રણય હોઈ સરેઆમ જતાવી શકો,
હક છે સ્વપ્નમાં પણ સતાવી શકો.
કબ્જો છે મારો તમારા દિલે આજીવન,
કોઈ પૂછે, દિલ ખોલીનેય બતાવી શકો,
તલવાર છુરી તો તમારા કાનનું કુંડળ,
તમેં તો આંખના ઈશારેય મરાવી શકો,
તમારી ચાહત એ મારો નાનકડો પ્રશ્ન,
તૈયારી હોઈ પૂછ્યા વગરેય પતાવી શકો,
અમને દીદારની ઝંખના ઇદના ચાંદની,
બસ તમે ઘૂંઘટ ખોલી લટ ને હટાવી શકો.