આકાશ જેવી ઈચ્છા
આકાશ જેવી ઈચ્છા


ચોમાસાના ગોરંભાયેલ આકાશ જેવી ઈચ્છા,
શિયાળાની વ્હેલી ગુલાબી પરોઢ જેવી ઈચ્છા.
ઉછળતાં દરિયામાં મોજા જેવી ઇચ્છા,
સુતેલાં નયનોમાં શમણાં જેવી ઈચ્છા.
ફુલેફુલે ઉડતાં ભ્રમર જેવી ઈચ્છા,
ડાળેડાળે કૂદતાં વાનર જેવી ઈચ્છા.
ઝરમરતાં પહેલાં વરસાદ જેવી ઈચ્છા,
ઉઘડતાં પુષ્પની સુવાસ જેવી ઈચ્છા.
આવતાં-જતાં શ્વાસોની લય જેવી ઈચ્છા,
તબલાંની થાપટે કદમોના તાલ જેવી ઈચ્છા.