વહી ગયાં
વહી ગયાં
દિલમાં હતાં એ દર્દ બની વહી ગયાં,
દિમાગમાં હતાં એ વિચાર બની વહી ગયાં,
દૂર હતાં એ અંતર બની વહી ગયાં,
પસંદ હતાં એ અરમાન બની વહી ગયાં,
આંખોમાં હતાં એ આંસુ બની વહી ગયાં,
ઝુબાન પર હતાં એ શબ્દો બની વહી ગયાં,
સંવેદનામાં હતાં એ વેદના બની વહી ગયાં,
પ્રેરણામાં હતાં એ ભરોસો બની વહી ગયાં,
મારી સાથે હતાં એ સોબત બની વહી ગયાં,
છોડી ગયા એ "નાના"ની યાદ બની વહી ગયાં.
