STORYMIRROR

Nana Mohammedamin

Fantasy Inspirational Others

3  

Nana Mohammedamin

Fantasy Inspirational Others

ફાની દુનિયાનો સફર

ફાની દુનિયાનો સફર

1 min
6

મુસાફરથી ક્યારેય હમસફર ના થવું, એને તો એક દિવસ દૂર જવું જ પડે,

મળે છે બધાં અહીં જીવનના મેળામાં, અંતે તો ભીડમાં પણ છૂટવું જ પડે.


આ રસ્તાઓ છે ને કંઈક અજાણ્યા, કોઈ હાથ પકડીને ક્યારેય નહીં રહે,

બંધાયેલાં સંબંધો પણ કાચ જેવા કચોટ, એક દિવસ તો તૂટવું જ પડે.


પ્રેમના વાયદા પર ન ધરવો ધરમ, અરે! એ તો સપના જેવા ફિક્કા પડે,

મળે છે અહીં રોજ નવા મિત્રો, પણ અંતે તો સૌને વિરહમાં ડૂબવું જ પડે.


કાંટા - કપરા જીવનના રસ્તા, જ્યાં સહનશીલતાથી જ પસાર થવું પડે,

અરે, આ છે જીવનનો કડવો પાઠ, જ્યાં હંમેશા અંતિમ વિદાય તો લેવું જ પડે.


સંબંધો અહીં છે કાચ જેવા, ને ભરોસો ક્યાં ક્યારેય સાચો રહે?

બુદ્ધિને રાખવી સાવધ, કેમકે અહીં હંમેશા બધાને છોડી તો દેવું જ પડે.


આ દુનિયાની ભીડમાં ભટકી ન જશો, અહીં તો ક્યાં કાયમ માટે કોઈ રહે? 

સફર છે આ ફાની દુનિયાનો, અંતે "નાના" મોતને તો સ્વીકારવું જ પડે.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy