STORYMIRROR

Nana Mohammedamin

Fantasy Inspirational

4  

Nana Mohammedamin

Fantasy Inspirational

ધર્મના ઢોંગમાં

ધર્મના ઢોંગમાં

1 min
22

ધર્મના આ ઢોંગમાં, પ્રેમ ક્યાંક અટવાય,

વિરોધના આ બળમાં, માનવતા ક્યાંક ભટકી જાય.


નફરતની આ જાળમાં, જિંદગી ક્યાંક છૂપાય,

ઘૃણાની આ આગમાં, ભાઈચારું ક્યાંક બળી જાય.


વિશ્વાસના આ કિલ્લામાં, ખંડિતતા ક્યાંક ફેલાય,

આંધળી આ આસ્થામાં, સત્ય ક્યાંક છલકી જાય.


અંધકારના આ માર્ગે, આશા ક્યાંક ઝળહળાય,

કટ્ટરતાની આ જાળમાં, સંવેદના ક્યાંક સળગી જાય.


વિચારોના આ બંધનમાં, મુક્તિ ક્યાંક મેળવાય,

સમજણના આ તિરસ્કારે, પ્રગતિ ક્યાંક અટકી જાય.


સામાજિક આ ભેદભાવમાં, સ્વપ્નો ક્યાંક વિખરાય,

અન્યાયના આ ખેલમાં, હક્કો ક્યાંક ખૂટી થઈ જાય.


"નાના"ની આ વાતમાં, પીડા ક્યાંક સહાય,

પ્રેમના આ સંદેશમાં, માનવીયતા ક્યાંક જીવી જાય.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy