કોઈ નથી
કોઈ નથી
દર્દો ખૂબ મળ્યા કે જેની દવા કોઈ નથી,
સજા તો કાયમ મળતી રહી છતાંય દોષ કોઈ નથી,
નિજી લોકોએ જ ગજબ કરી મારી સાથે,
પારકાઓને શું કહેવું હવે એનાથી ફરિયાદ કોઈ નથી,
સમય એવો કે કોઈને પોતાના કેમ માનું,
એ જ સમજાય મને તો મારું ખુદા વગર કોઈ નથી,
આમ - તેમ ભટકતાં ટોળાં તો ભટકાય,
વાસ્તવિકતા એ જ કે ગુલાબ જેવું દિલ કોઈ નથી,
ખબર બધી હોવા છતાં બનાવે મુજરીમ,
હકીકત ખરી એ જ કે અહીં વફાનો બદલો કોઈ નથી,
"નાના" કેમ કરી અભિમાન આ લોકો પર,
નરી આંખે દેખાય કે જેનાં પરિવારમાં ઈલાજ કોઈ નથી.
