STORYMIRROR

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

4  

Chaitanya Joshi

Drama Fantasy Inspirational

અરીસો.

અરીસો.

1 min
28.5K


સાવ સાચું પ્રતિબિંબ દેખાડે,

છે અરીસો.

શેહશરમ ક્યાં કોઈની એ રાખે,

છે અરીસો.


શરત એટલી કે એ સમતલ હોવો,

જરુરી,

બાકી વક્ર દર્પણે વિકૃતિને ભાખે,

છે અરીસો.


મોટે ભાગે નારીમુખ પરખી,

પ્રતિબિંબિત કરે,

ષોડશી કન્યા સન્મુખ લજ્જા લાવે,

છે અરીસો.


પડતાં પ્રકાશનાં કિરણો ઝળહળી ઉઠનારો,

પરાવર્તન કરીને એને પાછું આપે,

છે અરીસો.


આંખની ખામી ચ્હેરો નિજનો ના નજરાતો,

શૃંગાર મુખના દેખાડી રાજી રાખે,

છે અરીસો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama