લોકાતી લાગણી...
લોકાતી લાગણી...
દિલનો હાલ કહેવું તો કોને કહેવું,
પોતાનામાં હવે કોઈ પોતાનું જ નથી.
જેઓથી આશ હતી અમર સાથની,
તેમનામાં હવે કોઈ ભરોસો જ નથી.
એકાંતને જ સહારો માની લીધો,
મૌનમાં હવે જરાય મીઠાશ જ નથી.
સપનાઓ તો હાથમાંથી સરકી ગયા,
દિલમાં હવે પહેલાનો શ્રંગાર જ નથી.
આપ્યો હતો વિશ્વાસનો જે આશરો,
તેમનામાં હવે એ લાગણીઓ જ નથી.
ક્યારેક દૂર રહીને લાગતા હતા પોતાના,
"નાના"માં હવે એ સ્નેહનું બંધન જ નથી.
