....રાજ રોટલો
....રાજ રોટલો
તમે મને કક્કો ભણાવી ના શકો તો કાંઈ નહીં,
પણ મારી શાળાના દરવાજે તાળા મારવામાં તમારું દિલ કેમ કરી માન્યું?
તમે મને ઘર આપી ના શકો તો કાંઈ નહીં,
પણ મારા ઝૂંપડાં પર બુલડોઝર ફેરવવામાં તમારું દિલ કેમ કરી માન્યું?
તમે ગરીબી દૂર કરી ના શકો તો કાંઈ નહીં,
પણ મારી ભૂખને વ્યાજમાં વેચવામાં તમારું દિલ કેમ કરી માન્યું?
તમે મને નોકરી આપી ના શકો તો કાંઈ નહીં,
પણ મારી મહેનતના ફળો કાપી નાંખવામાં તમારું દિલ કેમ કરી માન્યું?
તમે મને ઇલાજ આપી ના શકો તો કાંઈ નહીં,
પણ મારા જખમ પર મીઠું ભભરાવવામાં તમારું દિલ કેમ કરી માન્યું?
તમે મને પ્રેમ આપી ના શકો તો કાંઈ નહીં,
પણ મને નફરતનું ઝેર પીવડાવવામાં તમારું દિલ કેમ કરી માન્યું?
તમે મને સન્માન આપી ના શકો તો કાંઈ નહીં,
પણ મારી આઝાદીને આમ જ કચડવામાં તમારું દિલ કેમ કરી માન્યું?
અંતે,
"નાના" રાજ રોટલો આમ શેકાય એમાં નવાઈ નહીં,
પણ આ રીતે સત્તાની ભૂખ સંતોષવામાં તમારું દિલ કેમ કરી માન્યું?
