"જામશે"
"જામશે"
નાવ મઝધારે ને પેલે પાર મંઝિલ જામશે,
શેરદિલ નાવિક ને ગાંડોતુર, સાહિલ જામશે.
એક તો વરસાદ,એની યાદ,હું ને આ જખમ,
ચાલ સાકી જામ ભર આજ, મહેફિલ જામશે.
હું તને તાક્યા કરું ને તું કરે ઇગ્નોર એવું શું વળી?
તું મને આપી દે દિલ, હું તને આપી દઉં દિલ, જામશે.
ખીણમાં ઉતરી જઉં હું, તું ચડીજા પહાડ પર,
રાખ વચ્ચો વચ પછી બંનેની મંજિલ જામશે.
દૂર ઉભા રહીને ખોટું જોઈને, બળવાનું શુ??
આવ અહિયાં દોસ્ત થઈ જા તું ય, સામિલ જામશે.
જે થવાનું થઈ ગયું એનો હવે, અફસોસ શુ??
આપણે ફાડી દઈ ભગવાન પર, બિલ જામશે.
એક બાજુ દોસ્તો ને એક બાજુ દુશ્મનો,
કોણ મારા શુભચિંતક?કોણ, કાતિલ?જામશે.
ખેંચવાથી શુ થશે? તારું જશે કાં એમનું,
દોર છૂટી મૂકીને ભરપુર દે ઢીલ જામશે.
જેટલું જીવાય સઘળું આજમાં જીવી જજે,
ભૂલી જા ગોપાલ પેલું ડીડ કે વીલ જામશે,