STORYMIRROR

THE VILLAGE BOY "ગોપાલ"

Others

2  

THE VILLAGE BOY "ગોપાલ"

Others

કવિતા સર્જાય

કવિતા સર્જાય

1 min
14.5K


હૈયુ જ્યાં હરખાય ને કવિતા સર્જાય
આંખ ભીની થાય ને કવિતા સર્જાય

આ વન-ઉપવન,ઝાડ-પાન ને ધરા
પાનખરે પીડાય ને કવિતા સર્જાય

અમૃત સમા નીર ભરી આવેલી વાદળી
થાકીને ઠલવાય ને કવિતા સર્જાય

ભક્ત-શૂર-દાનવીર કો' કવિ હ્રદય
શબ્દો માં સમાય ને કવિતા સર્જાય

રણ વચાળે વહી ને કરાડ ઉપર આવી
મૃગજળ પછડાય ને કવિતા સર્જાય

પ્રેમને ખુદાએ કેટલાય પ્રકારે વેં'ચ્યો
બસ એકાદો સમજાય ને કવિતા સર્જાય

જીવન આ જીવાય ને કવિતા સર્જાય
"ગોપાલ" શ્વાસ રુંધાય ને કવિતા સર્જાય


Rate this content
Log in