એ ધારણા ખોટી પડી
એ ધારણા ખોટી પડી
આખરી સોપાન છે એ ધારણા,
ખોટી પડી,
ડગ પછી મુકામ છે એ ધારણા,
ખોટી પડી,
દોડ છે મારી તરસની દોસ્તો,
એ વાતની,
ઝાંઝવાને જાણ છે એ ધારણા,
ખોટી પડી,
એમના માટે રડ્યો છું રાતભર,
ના કહી શકી!
ભીંતને પણ કાન છે એ ધારણા,
ખોટી પડી,
રોજ જોઈને મને ઝૂકી જતી,
એની નજર,
પ્રેમનો પ્રસ્તાવ છે એ ધારણા,
ખોટી પડી,
ઉઠતાની વેંત એ સામે ઉભી'તી,
આજ થઈ,
કાલ તો બસ કાલ છે એ ધારણા,
ખોટી પડી,
લાગણીને માંડ તારી પાંચમું,
બેઠું હવે,
પણ હજી નાદાન છે એ ધારણા,
ખોટી પડી,
"ખૂબ સારો શેર છે ગોપાલ,
વાહ કયા બાત હૈ"
આ ફકત એક દાદ છે એ ધારણા,
ખોટી પડી.