કંટકો ના શહેરમાં
કંટકો ના શહેરમાં
લાવ આજ ક્ષિતિજને ભરીને કેદ કરી લઉં મારી બેય આંખમાં
ને ઊડી લઉં એકલો આખે આખું આકાશ ભરીને આજ મારી પાંખમાં
આમ રોજ રોજ અમથો અમથો તું મને નવા નવા ભ્રમમાં નાખમાં
દુનિયા નહિ - સમગ્ર બ્રહ્માંડ છે મારું આ નાનકડી અમથી શાખમાં
મારી અંદરના વલોપાતની તું હવે વધારે ઊંડી તપાસ કરમાં
ને એમ કરી કરીને ઝખ્મો ઉપર તું વધારે મીઠું ભભરાવમાં
ગલતફહેમી નો શિકાર થયા છે ઘણા મારી આ મુસકાનમાં
કૈક ઝખ્મોના મહેલો બાંધીને બેઠો છું હું આ કંટકોના શહેરમાં
કહું છું કે દોસ્ત મને બરબાદ કરવામાં કચાશ જરાય રાખમાં
મારા ગયા પછી તને કઈ જ નહિ મળે મારી એક મુઠ્ઠી રાખમા
શાંતિથી સૂતેલો પરમાત્મા શું ખોટો હતો આ "પરમ" પહાડમાં
એને જ કાપી કાપી ને "પાગલ" તું રોજ રોજ નવો ખુદા બનાવમાં