STORYMIRROR

Jasmeen Shah

Fantasy

4  

Jasmeen Shah

Fantasy

ઝંખના

ઝંખના

1 min
27.6K


વરસી ગઇ પારાવાર, બેમોસમ વાદળી,

આંધી સામનો ધરાર, છતાં ય કરતી રહી...


ગમતું'તું ય થનગનવું, ખીલવું ગુંજવું ય,

સર્વરી સમી આંખમાં, કેમ શાંત થમી ગઇ...


રંગ રહ્યો મહેંદીનો, મહેક છે ઉડી ગઇ,

કેનવાસ પર જ ઇ સાવ, તસ્વીર સી બની ગઇ...


બહુ થયું બહાર આવી, કર પ્રભાતફેરી,

મૂક કોકિલ ને ઝાકળ, ઉભા શેરી શેરી...


વિના વિલંબ સીંચ જરા, મૌનની ઘડી-ઘડી,

છો ને ઝંખતા ઝરણાં, વાંસળી શરણાઈ...


ફોરમ મસ્ત નજરોના, ગીતોથી રેલાઇ,

જો પેલી મંજરીની, છે સરગમ લજવાઇ...


ચલ રંગને પતંગિયા, ફેંક ફૂલની દડી,

ઇશ્વર ને ગરકાવમાં, મૂકી દે અબઘડી...


હરખતા હૈયે લે ઝટ, ઓઢ મા ની સાડી,

સૂરજ બળે, પામે કવિ, છાંય થોડી થોડી...


ન લીસોટાના થોથા, ન ચઢવું અભરાઈ,

મુક્ત સહજ લઇ ચેતના, ઉડી આભસવારી !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy