STORYMIRROR

Jasmeen Shah

Others

4.7  

Jasmeen Shah

Others

અહાહા !

અહાહા !

1 min
115


આભનું ધરતી પર આગમન

એ અભિલાષાને છે વંદન


ભિન્ન છતાં પણ સંગઠન 

ભીની રજકણોનું એ મંથન


પવનનું તરુવરને આલિંગન

નવનીત રમ્ય એ દર્શન


કમાનથી છૂટતાં ફૂલનું કંપન

અદ્ભૂત મનમોહક ગુંજન 


 પંખુડીના ખિલતાં રૂપરંગ

સ્પર્શી લે ચંચળ મકરંદ


તારલાનું ઝીલમીલ ઝગમગ

વાદળોમાં રમતું જલતરંગ.


Rate this content
Log in