STORYMIRROR

Jasmeen Shah

Drama

4.3  

Jasmeen Shah

Drama

ગમ્મત

ગમ્મત

1 min
11.5K


ચાલ જિંદગી લાગી શરત કાચીપાકી

હારજીતની તારી મારી પરવા શાને કરવી,

આવ નિસર્ગમાં રમીએ સંતાકૂકડી દોડીદોડી...


કદી છટકી જા ભૂરું આભ દેખાડી

કદી વર્ષાને દઉં છું હું હાથથી તાળી   

આવ નિસર્ગમાં રમીએ પકડાપકડી થોડીથોડી... 


પછાડે છે નીચે જો તું ઊંડી ખીણોમાં

ચઢું ઊંચે તો ય શિખરો પર પળભરમાં

આવ નિસર્ગમાં રમીએ નદીપર્વત વારાફરથી...


હસે ભટકાવી રણની શ્રેણીમાં 

થઉં પાર હું મૃગજળની ગલીઓમાં

આવ નિસર્ગમાં રમીએ આંધળોપાટો ચોરીચોરી !


Rate this content
Log in