પોકાર
પોકાર
1 min
12K
વીજળી ઝબૂક્યા પછી રહે મેઘ વરસ્યા વગર,
પગ ઢેલના થંભી જાય મસ્તીથી થનગન્યા વગર,
વસંત કેરી વાંસળીથી ભીંજાય ના અંતર
ન કહીશ ધરતી હવે સુખ દુઃખથી તું છે પર.
'અરે !'નું 'અરેરે...' થવામાં તથ્યોની છે અસર,
નથી લીસોટા આમ થતા અમસ્તા હ્રદય ઉપર,
કેમ થાય શૂન્યમાં સર્જન દર્દ પીછાણ્યા વગર,
ખરી અવસ્થાની તારી મને તો છે ખબર.
ન કહીશ ધરતી હવે સુખ દુઃખથી તું છે પર,
ન કહીશ ધરતી હવે સુખ દુઃખથી તું છે પર !