લીલુડાં
લીલુડાં
લીલા પોપટી, નાના મોટા
સુંવાળા ખરબચડા,
ભિન્ન રૂપે શોભી ઉઠતાં
મોજીલા મનગમતાં.
અવસરે તોરણિયે ઝૂલે
આસોપાલવ ને માન,
સુકાય તો ય સુંદરતા આપે
પીપળાના પાન.
સૂરજ સંગ થોડું રમી લેતા
ફળ ફૂલ ભેગા હસી લેતા,
પાનખરે ખરી જઈ,
વાસંતી ડાળે ઝૂમી લેતા.
પ્રભુ પધારો આંગણે,
આતમની છે જાજમ,
લીલીછમ વસુંધરા,
લીલા શોભે વૃંદાવન !