STORYMIRROR

Manishaben Jadav

Fantasy Children

4  

Manishaben Jadav

Fantasy Children

રજવાડું

રજવાડું

1 min
362

નથી કિંમત રાજ્યના વિસ્તાર,

એતો છે માલિકી તણો વિસ્તાર,

રજવાડું નાનું કે મોટું હોય પોતીકું !


સુખ સમૃદ્ધિના ન હોય ભંડાર,

આસપાસના ન કરી શકે સંહાર,

રજવાડું નાનું કે મોટું હોય પોતીકું !


મહારાજ્યની તુલનામાં ગણાય નાનું,

છતાં એ લાગે એને એને વ્હાલું,

રજવાડું નાનું કે મોટું હોય પોતીકું !


ઠાઠમાઠથી જીવન એ જીવે,

રાજા તણાં ભોગ વિલાસ એ ભોગવે,

રજવાડું નાનું કે મોટું હોય પોતીકું !


ગણી પરિવાર સૌ રાજ જન,

એના સારા કાર્ય થકી સાચવે મન,

રજવાડું નાનું કે મોટું હોય પોતીકું !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy