કોરી રહી ગઈ...
કોરી રહી ગઈ...
ભર યુવાની સાવ કોરી રહી ગઇ,
મળવાની ઝંખના અધૂરી રહી ગઇ,
એક હાથ લંબાયો મને સાથ દેવા,
ફકત ક્ષણ માત્રની દૂરી રહી ગઇ,
ગોકુળ છોડી નંદલાલ મથુરા ગયો,
તે દિવસથી રાધા બ્હાવરી રહી ગઇ,
તને મળી કેવી પાનખર "સાવરીયાં"?
ખર્યા પાંદડા ને વલ્લરી રહી ગઈ.