STORYMIRROR

Mahesh Kumar savariya

Tragedy Others

3  

Mahesh Kumar savariya

Tragedy Others

પૂછ તારા સ્વજનને

પૂછ તારા સ્વજનને

1 min
12

પૂછને તારા સ્વજનને,

દરેક વેળાએ તું પૂછે છે મને,


તું માણસ છે હું પણ માણસ છું 

તારે બે હાથ છે મારે પણ બે હાથ છે,


તારે નાક છે મારે પણ નાક છે

તારે પગ છે મારે પણ પગ છે,


તારું લોહી લાલ છે મારું પણ લોહી લાલ છે

તારું નામ છે એમ મારું પણ કોઈ નામ છે,


તારું ગામ છે એમ મારું પણ ગામ છે

સઘળું એક સમાન છે,


હા ! રંગ રૂપ ભીન્ન ભીન્ન ખરા

પણ તારી જાત ને મારી જાત,


સાવ અળગા આમ કેમ ?

પૂછ તારા સ્વજનને


જેણે હજારો વર્ષથી ઊભા કર્યા છે,

આ નાત જાતના અલગ અલગ વાડા,


દૂર રાખ્યા માણસથી માણસને

કર્યા નિતનવા નિયમો


શા કારણે ?

પૂછ તારા સ્વજનને !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy