માણસ
માણસ
એ જ રસ્તો એ જ વૃક્ષ ને એ જ મહોલ્લો
રસ્તાની બાજુમાં ઊભી જર્જરિત ઈમારત,
દૂરદૂરથી રમણીય દેખાતી ટેકરીઓ
સઘળું એનું એજ...
સવાર-સાંજ સૂર્યની આવન-જાવન
નિતદીન પંખીઓનો કલશોર
બધુ એનું એજ... કશુ જ બદલાયું નહિં
ને બદલાયો છે એક માણસ,
જે અહીં માટીમાં રમતો કૂદતો
દોડી ઊંચા ડુંગર ચડતો..!
પતંગિયાને પકડવા આમતેમ ભાગતો
નદીએ નહાતો... ગાયો ચરાવતો....
ગઈ કાલનો આ એજ છોકરો
આજે માણસ મોટો બની ગયો...!