ફાગ બની મહેકયા
ફાગ બની મહેકયા
પંખીઓ ટહુક્યા કોયલના મીઠા કંઠમાં
કે ફાગણે ફાગ બની મહેકયા
કેસુડા રૂમઝૂમ આજ ખીલ્યા
વસંતમાં પાન કૂંપળે ફૂટ્યા
ફાગણે ફાગ બની મહેકયા
પતંગિયા ફૂલે ફૂલે ઉડ્યા
ફાગ વધાવવા આભે ઉડયા
ફાગણે ફાગ બની મહેકયા
મોરભાઈ કળા કરી નાચ્યા
ઝાડપાને આભમાં દોડ્યા
ફાગણે ફાગ બની મહેકયા
રંગબેરંગી આકાશ જોને
માનવ મન મલકાયા
ફાગણે ફાગ બની મહેકયા
