STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Fantasy Inspirational

પુષ્પની પમરાટ

પુષ્પની પમરાટ

1 min
26.4K


પુષ્પનો પમરાટ થઈ મારે તો બસ પથરાવું,

ને જાતને આખી ઓગાળ્યાં પછી હવામાં ફેલાવું.


માટીથી અવકાશ સુધીની યાત્રા જીવન મારું,

વચ્ચે કંટકોને પ્રેમ કર્યા પછી મારે કરમાવું.


સંઘરી સૌરભને કળી બની ઝૂલી જાઉં શાખે,

આભને આંબવાની નેમ લઈ મારે તો ખીલવાનું.


ને ખીલ્યા પછી કોઈ કરકમલ ચુંટે મુજને,

તો હસતા હસતા પ્રભુ ચરણે અર્પણ થાવું.


એક સૂરીલી સરેગમ સુગંધી છેડું હું મૌનની,

મનગમતી ખીલતી ખામોશીનું ગીત મારે ગાવું.


જન્મો જનમોથી એક 'પરમ' ઘરોબો તુજ સાથે,

એક 'પાગલ' અભીપ્સા કે તુજ ચરણમાં પથરાવું.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy