STORYMIRROR

Vasudev Barot

Fantasy

4  

Vasudev Barot

Fantasy

સપનાં

સપનાં

1 min
927


કટકે કટકે છળતાં સપનાં

સરતા સમયે કળતાં સપનાં,


પળભર અવળાં પળભર સવળાં

અણઘડ કદમાં ઢળતાં સપનાં,


કરવટ બદલે દરિયો રણમાં

આડાં અવળાં ફળતાં સપનાં,


અડધાં પડધાં આંખ વચાળે

અઢળક આશા દળતાં સપનાં,


હરરોજ ઉગે હળતાં ભળતાં

મધરાત પડે બળતાં સપનાં!



Rate this content
Log in

Similar gujarati poem from Fantasy